Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૭૯
ગ્રંથિ (ચાલુ) ] બીજા ગુણો પ્રગટે જ. (પૃ. ૭૨૧) 1. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ
જીવ નિર્જના કરવાથી ઊંચા ભાવે આવતાં. પહેલામાંથી નીકળવા વિચાર કરી. ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે
વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. (પૃ. ૭૫૨). D જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે.
(પૃ. ૭૪૦) યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. (પૃ. ૪૬૨) D પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી.
જોગાનજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી
પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યક્રુષ્ટિનામાં ચોથું ગુણરથાનક છે; - જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ ‘બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની
શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. (પૃ. ૭૩૬) D સંબંધિત શિર્ષક : નિગ્રંથ