Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ગૃહસ્થ (ચાલુ)
૧૭૮ પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને સુધાતુર રાખતો નથી. સપુરુષોનો સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુકત નિરંતર વર્તે છે. યથાશકિત શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે. (પૃ. ૫-૬). લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કંઇ પદાર્થ રાખવા ઇચ્છે તે મુનિ નહીં પણ ગૃહસ્થ. (પૃ. ૧૮૬). પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુઓ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો છે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે. (પૃ. ૬૭૮) D ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. (પૃ. ૧૩૬) D ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્યતે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ
લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. (પૃ. ૨૧૪).
સંબંધિત શિર્ષક: શ્રાવક ગ્રંથિ 0 ગ્રંથિરહિત એટલે ગાંઠરહિત. મિથ્યાત્વ તે અંતગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરુષ મળે તો ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તો વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. (પૃ. ૭૨૬) 0 ગ્રંથિના બે ભેદ છેઃ એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઇ0); બીજી ભાવ, અત્યંતર ગ્રંથિ
(આઠ કર્મ ઇ0). સભ્યપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે નિગ્રંથ'. (પૃ. ૭૬૮). T નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્દગુરુની ઓળખાણ
થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. (પૃ. ૯૩) D ચોથે ગુણસ્થાનકે ગ્રંથિભેદ થાય. (પૃ. ૭૧૩)
જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને તેથી