________________
| ગુણસ્થાનક, તેરમું (ચાલુ)
૧૭૬ જિન તીર્થંકરાદિને વિષે ઘટે. (પૃ. ૨૨). T કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તો તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય.
(પૃ. ૫૩૩) | સંબંધિત શિર્ષક કેવળી ' ગુણસ્થાનક, ચૌદમું (અયોગીકેવળી ગુણસ્થાનકી || D મન, વચન, કાયા ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય; મન તો કાર્ય કર્યા વગર બેસતું જ નથી.
(પૃ. ૭૧૮)
ચૌદમા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. (પૃ. ૭૧૩) T સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મનો નાશ
ત્યાં થાય છે. (પૃ. ૫૩૩). T સંબંધિત શિર્ષક : સિદ્ધ
D નિગ્રંથ ગુરુ એટલે પૈસારહિત ગુરુ નહીં, પણ જેની ગ્રંથિ છેદાઈ છે એવા ગુરુ. સદ્ગુરુની ઓળખાણ
થાય ત્યારે વ્યવહારથી ગ્રંથિ છેદવાનો ઉપાય છે. (પૃ. ૨૯૩). T જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઇએ, એ વાત કેવળ એની ખરી જ છે.
જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરુઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય ! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે. બોધ બાંધ્યો નથી અને એવી જ રીતે કોઇ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરુઓના આશ્રયથી મુકિત શા માટે ન મળે ? મળે જ. આ એનો ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ
પથ્થરને તારે છે તેમ સદ્ગુરુ પોતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને-તેમાં ખોટું શું? (પૃ. ૨૬) D ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે: ૧. કાષ્ઠસ્વરૂપ : કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે;
અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ : કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પોતે તરી શકે નહીં, પરંતુ કંઈ
પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થરસ્વરૂપ : પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઇચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં? તે હું કહું છું.