Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૨૯
કર્મપ્રકૃતિ (ચાલુ) | T કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે.
ચાર ધાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રાંધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિપ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ કહી. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. (પૃ. ૬૮૦-૧) D કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ
બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. આઠ કર્મમાં ચાર ધનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીય કર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાંઓનો પગ ટકી શકતો નથી. (પૃ. ૭૪૩). T અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર ૧૫૮ પ્રકારે “પ્રકૃતિ'ના નામથી ઓળખાય છે. તે
એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક “ગુણસ્થાનક' સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારું સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે; તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત “કર્મપ્રકૃતિ સમાય છે. અર્થાત જે પ્રકૃતિનાં નામ “કર્મગ્રંથ'માં નથી આવતાં, તે તે પ્રકૃતિ
ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. (પૃ. ૭૫૯) T કર્મગ્રંથના બંધચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે
બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે.
ને ઉદીરણા પણ તેની જ હોઇ શકે. (પૃ. ૭૮૧) 0 કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંની કોઇ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં.