Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૬૫
ગુણકરણ
પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસી જનોએ સદુઘમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. (પૃ. ૩૭) B પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઇને ફરી ફરી પશ્રાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાની પુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે. (પૃ. ૪૨૨). D આપણે વિષે કોઈ ગુણ પ્રકટયો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી
આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિદે નહીં, અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદ,
અહંભાવરહિતપણું વિચારે, તો સત્યરુષના આશ્રયથી આત્મલક્ષ થાય. (પૃ. ૭00). D વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. (પૃ. ૧૩૮)
જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે. (પૃ. ૪૯૫) 1 ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ
એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદ પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા
સંપૂર્ણપણે પ્રગટે. (પૃ. ૬૮૯) D જેના ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી દોષભાવે પ્રવર્તવું,
એ જીવને જોકે મહા દુ:ખદાયક છે, એમ જાણીએ છીએ; અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, ત્યારે જાણીએ છીએ કે જીવને કોઈ તેવાં પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો તે વિષે અદ્વેષ પરિણામ જ છે, અને તેમના પ્રત્યે કરુણા આવે છે. તમે પણ તે ગુણનું અનુકરણ કરો અને જે પ્રકારે તેઓ ગુણગ્રામ કરવા યોગ્યના અવર્ણવાદ બોલવાનો પ્રસંગ ન પામે તેમ યોગ્ય માર્ગ ગ્રહણ કરો. એ
ભલામણ છે. (પૃ. ૩૪૮) D સંબંધિત શિર્ષક : આત્મગુણ ગુણકરણ D યથાપ્રવૃત્તિકરણ, અનિવૃતિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને
ગુણકરણથી ક્ષય કરી શકાય છે. યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. (પૃ. ૭૫૪) સંબંધિત શિર્ષક યથાપ્રવૃત્તિકરણ