Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ગુણ (ચાલુ)
૧૬૪ ગુણી છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે “ગુણી છે અને મીઠાશ છે તે ગુણ છે. “ગુણી' જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ “ગુણ', “ગુણી' કોઈ અંશે ભેટવાળા છે.
(પૃ. ૭૫૦) I વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના
ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઇને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઇને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવો જ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત્ લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઇને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં
અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે. (પૃ. ૭૫૯). T દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્ત એટલે પ્રદેશભેદરહિતપણું છે, ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના નાશથી
ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યાવિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બન્ને અચેતનત્વ પામે એમ સર્વજ્ઞ વીતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી. સમવર્તિત્વ સમવાય. (પૃ. ૫૮૨). સત્ય બોલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. (પૃ. ૭૨૬) જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે. જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ પુરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ,' અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે, તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન
સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. (પૃ. ૬૯૬) | સપુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ સખશે, અને દોષ ઘટાડશે
ત્યારે જ ગુણ પ્રગટશે. (પૃ. ૭૧૧). D “યોગવાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી. ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે ‘યોગવાસિષ્ઠ’, ‘ઉત્તરાધ્યયન’, ‘સૂત્રકૃતાંગાદિ’ વિચારવામાં અડચણ નથી. (પૃ. ૪૧૪).
યોગ્ય જીવ અને ખરા સન્દુરુષ હોય તો ગુણો પ્રગટયા વિના રહે નહીં. (પૃ. ૭૧૦) T જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદયું તેની મૂળ ગાંઠ છેદાઈ; અને તેથી
બીજા ગુણો પ્રગટે જ. (પૃ. ૭૨૧) પરમપુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ(શુદ્ધ આચરણની ઉપાસના)રૂપ સદ્ધર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા