Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| ગુણસ્થાનક, ચોથું (ચાલુ)
૧૭૦ સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. (પૃ. ૩૭૩) D સંબંધિત શિર્ષકો સમકિત, સમકિતી, સમ્યકત્વ, સમ્યફદર્શન, સમ્યફષ્ટિ. ગુણસ્થાનક, પાંચમું (દેશવિરતિ ગુણસ્થાનકી | I કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં
શરૂ થાય છે ત્યાં સમ્યક્રર્શન. દેશ આચરણરૂપે તે પંચમગુણરથાનક. (પૃ. ૮૨૪) સત્વરુષનાં વચનોનું આસ્થાસહિત શ્રવણમનન કરે તો સમ્યક્ત્વ આવે. તે આવ્યા પછી વ્રતપચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. (પૃ. ૭૩૩) પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ
આવિર્ભાવપણું છે. (પૃ. ૫૩૩) 1 ચોથે પાંચમે ગુણસ્થાને એ (માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની) ઓળખાણ પ્રતીતિ છે અને
આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ
સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. (પૃ. ૬૨૩) D પાંચમે અને છકે ગુણસ્થાનકે ચારિત્રનું બળ વિશેષ છે. (પૃ. ૫૩૩) D પાંચમે મધ્યમ ગૌણતા (ધર્મધ્યાનની) છે. (પૃ. ૧૮૮) [ આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ; આ સિવાય ભાવની અપેક્ષા તો
ઓર જ છે ! (પૃ. ૧૮૮) કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છ ગુણસ્થાનકે તેથી અલ્પ
છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. (પૃ. ૫૩૩) , D પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે. (પૃ. ૫૩૨)
પ્રાયે પાંચમે, છટ્ટ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. (પૃ. ૩૭૩-૪). પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. (પૃ. ૨૨) 1 ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) | ગુણસ્થાનક, છઠું (પ્રમત્તસંયત ગુણસ્થાનક) |
કેવળ રામવસ્થિત શુદ્ધ ચેતન મોક્ષ. તે રવભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં
શરૂ થાય છે ત્યાં સમ્યદર્શન. સર્વ આચરણરૂપે તે છઠ્ઠ ગુણસ્થાનક. (પૃ. ૮ર૪) D છટ્ટામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું. વિશેષ
આવિર્ભાવપણું છે. માત્ર છ ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત વર્તે છે તેને