Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ગુણસ્થાનક, સાતમું (ચાલુ)
૧૭૨ દેશવિરતિ', છઠું “સર્વવિરતિ', અને સાતમું “પ્રમાદરહિત વિરતિ' છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાનો અંશ અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઇ અંશે પ્રતીત થઈ શકે. પણ તેનો પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું
સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં. (પૃ. ૭૫૨) D આગળ ચોથા, પાંચમ, છઠા અને સાતમા ગુણસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવા
માત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઇત્યાદિના અભાવથી કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીત થઈ શકવા યોગ્ય છે. સિંહના દાખલાની માફક: સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પુરવામાં આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે; માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીત થઈ શકે છે. (પૃ. ૭૫૨-૩)
સાતમે મુખ્યતા (ધર્મધ્યાનની) છે. (પૃ. ૧૮૮) T નિર્મળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે. (પૃ. ૫૯). D સંસાર છોડયા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
(પૃ. ૭૬૮). T સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે
લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. (પૃ. ૭૩૭)
સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. (પૃ. ૩૭૪) D “પ્રવચનસારોદ્ધાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએ :
૧. સંઘયણ. ૨. ધીરજ. ૩. ઋત. ૪. વીર્ય.
૫. અસંગતા. દિગંબરવૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. (પૃ. ૭૭૫) D ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
(પૃ. ૫૩૩) D હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યફષ્ટિનામાં ચોથા ગુણસ્થાનથી અપ્રમત્તનામાં
સાતમાં ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. (પૃ ૭૩૭)