Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ગુણસ્થાનક
૧૬૬
| ગુણસ્થાનક
ચૌદ ગુણસ્થાનકના નામ :(૧) મિથ્યાત્વ ગુણસ્થાનક
સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક
(૪) અવિરતિસમ્યફદ્રષ્ટિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક
(૬) પ્રમત્તસંયત ગુણસ્થાનક અપ્રમત્તસંયત ગુણસ્થાનક
(૮) અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મસાપરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંતમોહ ગુણસ્થાનક
(૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૩) સયોગીકેવળી ગુણસ્થાનક (૧૪) અયોગીકેવળી ગુણસ્થાનક. (પૃ. ૧૩) I ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ
એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે, અને ચૌદ પહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. (પૃ. ૬૮૯).
ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. (પૃ. ૨૫૦) | અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર ૧૫૮ પ્રકારે “પ્રકૃતિ'ના નામથી ઓળખાય છે. તે
એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક “ગુણસ્થાનક’ સુધી હોય છે. (પૃ. ૭૫૯) સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી.
(પૃ. ૭૬૮) ગુણસ્થાનક, પહેલું (મિથ્યાત્વ ગુણસ્થાનકી | મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. ગુણસ્થાનક એ આત્માના ગુણને લઇને છે. મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બન્ને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં અ ને બાધ નથી; કારણ કે ત્યાં
તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે. (પૃ. ૭૫૬) | પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી.
(પૃ. ૭૩૬).