Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ગચ્છ
૧૬૨
| ગચ્છ |
I જૈનમાર્ગમાં હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અચલગચ્છ, લંકાગચ્છ, ખરતરગચ્છ ઈત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. (પૃ. ૭૫૩) જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાયા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો
ઉદ્યોત કરે છે. (પૃ. ૭૦૮) || હું કોઇ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. (પૃ. ૧૭૦) ગતિ D આ અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે
ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચાર ગતિ તે રૂપ સંસારને વિષે નથી. (પૃ. ૭૩૭) | શાતાવેદનીય અશાતા વેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર
ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણવી જોઇએ. ૧. નરકગતિ - મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર
નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવાં પડે છે, જે દુ:ખને
કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો !તે દુ:ખ અનંતીવાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ – છળ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ
ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઈત્યાદિકનાં દુઃખને સહન કરે છે. મનુષ્યગતિ - ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જામીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્યદિશનાં અનાર્યમનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ઇત્યાદિક
અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪. દેવગતિ - પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુધા ઇત્યાદિકથી દેવતાઓ પણ
આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે; એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયો છે. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સૂયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી