Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| કુગુરુ (ચાલુ)
૧૫૦ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તો તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. (પૃ. ૭૩૦) દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધર્મનાં કુગુરુઓ આરંભપરિગ્રહ મૂકયા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે અને તે રૂપી વેપાર થઈ પડયો છે. તે પોતે અગ્નિમાં બળે છે.
તો તેનાથી બીજાની અગ્નિ શી રીતે શાંત થાય? (પૃ. ૭૩૧). D જે ગુરુને સ્વાર્થ હોય તે પોતાનું અકલ્યાણ કરે; ને શિષ્યોનું પણ અકલ્યાણ થાય. (પૃ. ૭૩૧) D અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી
જીવને તરવું બહુ મુસીબતવાળું છે. (પૃ. ૭૩૩)
સંબંધિત શિર્ષકો અજ્ઞાની, અસદ્ગુરુ કુળધર્મ) D લૌકિકષ્ટિ ભૂલી જવી. લોકો તો જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે ને ત્યાં જાય છે પણ તે તો
નામમાત્ર ધર્મ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં. (પૃ. ૭૧૮) | કુળધર્મ જ્યાં જ્યાં જોઇએ છીએ ત્યાં ત્યાં આડો આવે છે. (પૃ. ૭૦૯) 1 જેમ પોતાનું છોકરું કૂબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે,
ને તે સારું લાગે; તેવી જ રીતે જે કુળધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તોપણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હોય પણ જે કદાઝહરહિતપણે શુદ્ધ સમતાથી પોતાના આવરણો ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. (પૃ. ૭૦૯). U જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દૃઢ મતિ કરવી, કુળગચ્છનો આગ્રહ મુકાવો એ જ સત્સંગનું
માહાસ્ય સાંભળવાનું પ્રમાણ છે. (પૃ. ૬૯૫)
સંબંધિત શિર્ષક ધર્મ કુળસંપ્રદાય 0 શ્રાવકપણું કે સાધુપણું કુળસંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઇએ. (પૃ. ૬)
અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે, તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય છે. આદ્ર નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામકાળ આ નક્ષત્ર છે, એમ નથી. પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખાદિ માસમાં
ઉત્પન્ન થતી કેરી પરત્વે આદ્ર નક્ષત્રે વિપરિણામીપણું સંભવે છે. (પૃ. ૪૭૧). કેવળી
કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત. (પૃ. ૭૧૭) T કેવળીને ‘પરમાવગાઢ સમ્યકત્વ' હોય છે. (પૃ. ૭૭૮)