________________
|| કેવળી (ચાલુ)
૧૫૨ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. (પૃ. ૬૮૪) 2 આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય
છે. જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. (પૃ. ૭૭૯). શરીરનો ધર્મ, રોગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તો સર્વેએ ભોગવવું જ
જોઇએ. (પ. ૭૨૧). કેવળી, અશોચ્યા
અશોચ્ચા કેવળી જેમણે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઇ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપજ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાત્મ દર્શાવવા, અને જેને સદગુરુયોગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંત માર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છે; પણ સદૂગુરુ આજ્ઞાએ પ્રવર્તવાનો મા ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તો ઊલટું તે માર્ગ ઉપર દૃષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અસોચ્યા ક્વળી '... અર્થાત ('. મૂળ પાઠ મુકવા ધારેલો પણ મુકયો લાગતો નથી) અસોચ્યા ફેવળીનો આ પ્રસંગ સાંભળીને કોઇએ જે શાશ્વતમાર્ગ
ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે. (પૃ. પ૩૦) D એમ નિશ્રય કરવો કે સત્પરુષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં, અશોચ્યાકેવળીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. (પૃ. ૭૦૩) એક, આત્માનો ભવાંત કરે, પણ પ૨નો ન કરે, તે પ્રત્યેકબુદ્ધ કે અશોચ્યા કેવળી. કેમકે તેઓ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતા નથી, એવો વ્યવહાર છે. (પૃ. ૪૩૮).
| ક્રિયા
|| ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ
શલ્ય છે. (પૃ. ૧૫૭) ક્રિયા બે પ્રકારે થાય છે :- એક વ્યકત એટલે પ્રગટપણે, અને બીજી અવ્યકત એટલે અપ્રગટપણે. અવ્યકતપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યકતપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કરતુરી નાખી હોય, અને તે પાણી શાંતપણામાં હોય તો પણ તેને વિશે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યકતપણે રહેલી છે. આવી રીતે અવ્યકતપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યકતપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંધી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યકતપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; આ જ પ્રમાણે જે માણસ જ જીવ) ચારિત્રમોહનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યકત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોહનીયની ક્રિય બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી. ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા પાંચ પ્રકારે છે :(૧) મિથ્યાત્વ (પાંચ ભેદ);