Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૫૧
કેવળી (ચાલુ) | કેવળીના ભનયોગ ચપળ હોય, પણ આત્મા ચપળ હોય નહીં. (પૃ. ૭૧૮) 1. પ્ર0 કેવળીનાં લક્ષણ શું? ઉ0 ચાર ઘનઘાતી કર્મનો ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયોદશ ગુણસ્થાનકવર્તી વિહાર
કરે છે. (પૃ. ૧૨૯) D છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાનને બન્ને સાથે થાય છે. (પૃ. ૫૮૪) 2 આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિગ્રંથને,-સપુરુષને-તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. મનસમિતિએ યુકત, વચનસમિતિએ યુકત, કાયસમિતિએ યુકત, કોઈ પણ વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુકત, દીર્ધકાદિનો ત્યાગ કરતાં સમિતિયુકત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂવર્ક આહાર લેનાર અને ઉપયોગપૂવર્ક શ્વાસોચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપયોગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત
થાય છે. (પૃ. ૩૩૬) D કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમાં ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી, અને જ્યાં એ પ્રમાણે ઠરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. (પૃ. ૭૩૯) D કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર . છે તેને પણ એકદમ જાણી શકે છે. (પૃ. ૭૫૦)
કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દ્રશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દ્રશ્ય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દ્રશ્ય થવા સંભવે છે. (પૃ. ૭૫૪) [ પરમાણુ ચક્ષુએ જોયાં ન જાય. ચક્ષુઇન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશીલબ્ધિસંપન્ન યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. (પૃ. ૬૬૩) પ્ર0 કેવળજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે “પરઉપયોગ” કે “સ્વઉપયોગ'? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની
સ્વઉપયોગમાં જ વર્તે. ઉ0 તીર્થકર કોઇને ઉપદેશ દે તેથી કરી કાંઈ પરઉપયોગ” કહેવાય નહીં. પરઉપયોગ તેને કહેવાય
કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાનીપુરુષને તો તાદાભ્યસંબંધ હોતો નથી, જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે. દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી. કારણ