Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| ક્રિયા (ચાલુ)
૧૫૪ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપપણે આસ્તિકયવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં
ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સલ્લાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. (પૃ. ૬પ૨-૩) T સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભકિતનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે.
(પૃ. ૧૯૩) T જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ
કરે તો તેને તેનું ફળ હોય નહીં. (પૃ. ૬૯૯) જે ક્રિયા કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઇએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે. (પૃ. ૭૦૪) ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બન્ને ક્રિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. સત્પષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો
કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેધ છે. (પૃ. ૭૨૧) T જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એવો જે જિનનો અભિપ્રાય તે સત્ય છે.
(પૃ. ૭૯૮) [ પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આદેશમાં જન્મ મળે છે, તો પછી
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઇએ છે. (પૃ. ૨૨૩) T સંબંધિત શિર્ષકો : ક્રિયાજડ, ક્રિયામાર્ગ, બાહ્યક્રિયા | ક્રિયા, ઈરિયાપથ
ઇર્યાપથિકી ક્રિયા = ચાલવાની ક્રિયા. (પૃ. ૭૮૧) જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તોપણ “ઇરિયાપથ'ને વિષે વહેતાં “ઈરિયાપથ'ની ક્રિયા જ્ઞાનીને લાગે છે; અને
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. (પૃ. ૭૪૪) ક્રિયાજડ T બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે