Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૫૩
ક્રિયા (ચાલુ) (૨) અવિરતિ (બાર ભેદ); (૩) કષાય (પચીસ ભેદ); (૪) પ્રમાદ અને
(૫) યોગ (પંદર ભેદ). (પૃ. ૭૪૮) T કોઈ જાતની ક્રિયા જોકે ઉથાપવામાં નહીં આવતી હોય તોપણ તેઓને લાગે છે તેનું કંઈ કારણ હોવું
જોઇએ; જે કારણ ટાળવું એ કલ્યાણરૂપ છે. પરિણામે “સતને પ્રાપ્ત કરાવનારી, પ્રારંભમાં “સત્ની હેતુભૂત એવી તેમની રુચિને પ્રસન્નતા આપનારી વૈરાગ્યકથાનો પ્રસંગોપાત્ત તેમનાથી પરિચય કરવો; તો તેમના સમાગમથી પણ કલ્યાણ જ વૃદ્ધિ પામશે; અને પેલું કારણ પણ ટળશે. જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં “વૈતાલીય’ અધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. જે સાધુઓ તમને અનુસરતા હોય, તેમને સમય પરત્વે જણાવતા રહેવું કે, ઘર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઇને પરિણમે; જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણામે આપણે આ બધી ક્રિયા અને વાંચના ઇત્યાદિત કરીએ છીએ, તે મિથ્યા છે, એમ કહેવાનો મારો હેતુ તમે સમજો નહીં તો હું તમને કંઇ કહેવા ઇચ્છું છું, આમ જણાવી તેમને જણાવવું કે આ જે કંઈ આપણે કરીએ છીએ, તેમાં કોઇ એવી વાત રહી જાય છે કે જેથી ધર્મ અને જ્ઞાન” આપણને પોતાને રૂપે પરિણમતાં નથી, અને કષાય તેમ જ મિથ્યાત્વ(સંદેહ)નું મંદત થતું નથી; માટે આપણે જીવના કલ્યાણનો ફરી ફરી વિચાર કરવો યોગ્ય છે;
અને તે વિચાર્યું કંઈક આપણે ફળ પામ્યા વિના રહેશું નહીં. (પૃ. ૨૬૬) D ક્રિયા સદોષી કરું નહીં. (પૃ. ૧૩૭) T કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઇ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે. (પૃ. ૨૨) D અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોને રૂચિ વધે તેમ ક્રિયા
કરાવ્ય જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં સન્શાસ્ત્રઅધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિન નિષેધ દયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ