Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કાળદ્રવ્ય (ચાલુ)
૧૪૮
નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડયો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે; તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઇ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે.
સૂર્યને લીધે જે દિવસરાત્રિરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે, કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી.
દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. (પૃ. ૫૦૭-૮)
‘કાળદ્રવ્ય' એ પાંચ અસ્તિકાયનો વર્તનારૂપ પર્યાય છે, એટલે ઉપચારિક દ્રવ્ય છે, વસ્તુતાએ તો પર્યાય જ છે; અને પળ, વિપળથી માંડી વર્ષાદિ પર્યંત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે ‘વ્યાવહારિક કાળ' છે, એમ શ્વેતાંબરાચાર્યો કહે છે. દિગંબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે, કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાલાણ રહેલો છે; જે અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે; અગુરુલઘુ સ્વભાવવાન છે. તે કાલાણુઓ વર્તનાપર્યાય અને વ્યાવહારિક કાળને નિમિત્તોપકારી છે. તે કાલાણુઓ ‘દ્રવ્ય' કહેવા યોગ્ય છે, પણ ‘અસ્તિકાય' કહેવા યોગ્ય નથી; કેમકે એકબીજા તે અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી; જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી ‘કાળદ્રવ્ય' અસ્તિકાય કહેવા યોગ્ય નથી; અને વિવેચનમાં પણ પંચાસ્તિકાયમાં તેનું ગૌણરૂપે સ્વરૂપ કહીએ છીએ. (પૃ. ૫૦૯)
કાળ એવો શબ્દ સદ્ભાવનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળો છે, અને દીધૃતર
સ્થાયી છે.
એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. (પૃ. ૫૯૨)
D કાળના કોઇ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. (પૃ. ૫૮૮) ‘અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે; અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય.'
એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઇ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઇ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઇ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે, તો તે ‘અસ્તિકાય’ કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેવાં બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે ‘અસ્તિકાય’ (પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કઇ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એકપર્યાયરૂપ છે. એકપર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિક્લ્પ પણ સંભવતો નથી. (પૃ. ૫૦૯-૧૦)
‘કાળ'ના ‘અણુ' લોકપ્રમાણ અસંખ્યાત છે. તે ‘અણુ’માં ‘રુક્ષ' અથવા ‘સ્નિગ્ધ’ ગુણ નથી; તેથી તે