________________
૧૪૭
કાળદ્રવ્ય
સંખ્યાત, અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા સમયમાં તે જેવી હોય, તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જ સ્વરૂપ હતું, તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત્ જૂનું તે ખાઇ ગયો. પહલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ. તેને ખાઈ જાય એમ વ્યવહારનયથી બને નહીં. પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે, માટે જૂનાપણાને તે ખાય છે, તેમાં કહ્યું છે. નિશ્ચયનયથી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે. કોઈ પણ પદાર્થ' ઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાંત છે; અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત, તો આજ કંઇ પણ હોત નહીં. માટે વળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર “સર્વને સમજવો સુલભ છે. (પૃ. ૩૦૩)
સંબંધિત શિર્ષકો : કળિકાળ, દુષમકાળ, નિશ્રયકાળ, પંચમકાળ, વ્યવહારમાળ કિાળદ્રવ્ય 0 કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે; અને તે જીવ તથા અજીવ(અજીવમાં-મુખ્યત્વે પુદ્ગલાસ્તિકાયમ–વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યકપ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યપ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે. ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યકુપ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. દિગંબર અભિપ્રાય મુજબ “કાળદ્રવ્યના લોકમાં અસંખ્યાતા અણુ છે. (પૃ. ૭૪૯) T જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી.
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજું નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહરૂપે જણાય છે, તેમ કાળ સમૂહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં; જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એકે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે. એક ઘડો હમણાં જોયો હોય. તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન