________________
૧૪૬
કાળ,
T ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સત' પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને
તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો “સત્સંગ' તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે “સત્સંગ'નો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે, માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. (પૃ. ૨૮૨). આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે, લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે
જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. (પૃ. ૩૨૯). D “માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળિભદ્ર તે કાળથી
સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. નિત્ય પ્રત્યે એકેક સ્ત્રીને ત્યાગી અનુક્રમે બત્રીશ સ્ત્રીઓને ત્યાગવા ઇચ્છે છે, એવો બત્રીસ દિવસ સુધીનો કાળપારધીનો ભરૂસો શ્રી શાલિભદ્ર કરે છે, એ મોટું આશ્ચર્ય છે' એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્યવચન ઉદ્ભવ થતાં હવાં. ‘તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો' એવાં સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાલિભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી. જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા, અને શ્રી શાલિભદ્ર પ્રત્યે કહેતા હતા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો ? તે શ્રવણ કરી, જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળિભદ્ર અને ધનાભદ્ર “જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી' એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સપુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહ કાળનો વિશ્વાસ કરે છે, તે
ક્યિા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે. (પૃ. ૩૮૮). [ આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિજ્ઞભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજા તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં
ઉદાસીન થવું શ્રેયસ્કર છે. . . . . . . . . સત્નો માર્ગ કોઇ સ્થળે દેખાતો નથી. (પૃ. ૨૬૧). D “કાળ' શું ખાય છે? તેનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું.
(૧) સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે, “તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.” (૨) વ્યવહારનયથી કાળ ‘જૂનું' ખાય છે. (૩) નિશ્રયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. “વ્યવહારનયથી કાળ “જૂનું” ખાય છે' એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે :
કાળ જૂનું' ખાય છે' :- “જૂનું' એટલે શું? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઇ, બીજો સમય વર્તે છે, તે ચીજ જૂની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) તે ચીજને ત્રીજે સમયે, ચોથે સમયે એમ