Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કર્મપ્રકૃતિ (ચાલુ)
૧૩) (પૃ. ૭૪૦) 1 એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે
તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દ્રષ્ટાંતો; જેમ ખોરાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઇન્દ્રિયને પહોંચે છે, ને દરેક ઇન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા તો એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઇન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખતે મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઇને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રવૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઊતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે, એવો તેમાં સ્વભાવ રહેલો છે. મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિની બંધ વિછદ થયો હોય તો પણ તેનો. બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે. આશ્ચર્ય જેવું છે. જેમાં દર્શનાવરણીયમાં નિદ્રાનિદ્રા આદિ. અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાલીસ કોડાકોડીની, અને મોહનીય (દર્શનમોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. (પૃ. ૭૮૧) | વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે
કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો. (પૃ. ૭૮૨) લિંગાભાસી જીવો મોક્ષમાર્ગથી પરાક્ષુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે, અને
તે સર્વ કર્મપ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે. (પૃ. ૫૮૨) ' D ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં
થઈ શકે નહીં. (પૃ. ૭૬૩). કર્મબંધ 0 તીવરસે કરી, મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે
પસ્તાવું થાય છે. (પૃ. ૨૧૯) T જીવને બંધનના મુખ્ય હેતુ એ : રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું
છે. રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાયિક અભાવ. (પૃ. ૮૧૯) D પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મરૂપ થઈ
તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે. (પૃ. ૬૯૯)