Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૩૫
કલ્યાણ (ચાલુ)
સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય. (પૃ. ૭૧૪) D. જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટયે કલ્યાણ થાય; પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? (પૃ. ૭૩૩)
જ
D એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઇ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો. (પૃ. ૩૩૨)
D જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે. (પૃ. ૩૪૩)
— કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઇ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઇ ગયું છે, તે આત્માર્થ કોઇ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જો તમે (શ્રી સૌભાગ્યભાઇ) કંઇ ઇચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઇ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. (પૃ. ૩૬૪)
તે સન્માર્ગને (શુભાશુભ પરિણામધારા પ્રત્યે ઉદાસીનતા, ચલ સ્વભાવરૂપ પરિણામધારાનો આત્યંતિક વિયોગ કરવાના સન્માર્ગને) ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને ૫૨મશાંત રસ રહસ્યવાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી ૫૨મભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણ છે. (પૃ. ૬૪૫)
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. (પૃ. ૬૮૮)
સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા; પણ કોઇ વિરલાને જ તે યથાર્થ સમજાયું. (પૃ. ૧૫૬)
7 સુદૃઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ધ કાળે થઇ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. (પૃ. ૨૮૩)
D કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ. (પૃ. ૩૩૩)
જેને વિષે સત્સ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે