Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૩૯
કષાય (ચાલુ) અને તેમ-ક૨વામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો ક૨વાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઇ જાય છે. (પૃ. ૬૭૩) D‘કર્મગ્રંથ’ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. (પૃ. ૫૬૮)
ક્રોધ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. (પૃ. ૭૨૭)
ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળાં પાડવા છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાનો અભ્યાસ કરવો. ક્રોધાદિ થોડે થોડે પાતળા પાડયા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો; અને તે વિચારમાં વખત ગાળવો.
કોઇના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં; કેમકે પોતે ક્રોધ કરીએ તો થાય. જ્યારે પોતાના પ્રત્યે કોઇ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતર્ વિચાર કરી પોતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હંમેશાં વિચારી વિચારી પાતળા પાડવા. (પૃ. ૭૨૩)
D ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાને કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. (પૃ. ૫૧૬)
કોઇ ઉપર ક્રોધ કરવો નહીં. જેમ રાત્રિભોજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય આદિ છોડવાને પ્રયત્ન કરી મોળાં પાડવાં. તે મોળાં પાડવાથી પરિણામે સમ્યકૃત્વ પ્રાપ્ત થાય. (પૃ. ૭૨૭)
. . . આ પ્રથમ નિયમ (ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહા૨) ઉપર જો ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (પૃ. ૬૩૪)
કાયા સુધી માયા(એટલે કષાયાદિ)નો સંભવ રહ્યા કરે, એમ શ્રી ડુંગરને લાગે છે, તે અભિપ્રાય પ્રાયે (ઘણું કરીને) તો યથાર્થ છે, તોપણ કોઇ પુરુષવિશેષને વિષે કેવળ સર્વ પ્રકારના સંજ્વલનાદિ કષાયનો અભાવ થઇ શકવા યોગ્ય લાગે છે, અને થઇ શકવામાં સંદેહ થતો નથી, તેથી કાયા છતાં પણ કષાયરહિતપણું સંભવે; અર્થાત્ સર્વથા રાગદ્વેષરહિત પુરુષ હોઇ શકે. (પૃ. ૪૯૩)
– કષાય, દુરાગ્રહાદિ મુકાય નહીં તો પછી તે વિશેષ પ્રકારે પીડે છે. કષાય સત્તાપણે છે, નિમિત્ત આવે ત્યારે ઊભા થાય છે, ત્યાં સુધી ઊભા થાય નહીં. (પૃ. ૬૮૮)
‘નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ' એમ જે કહ્યું છે તેનો હેતુ કષાયને વોસ૨ાવવાનો છે, પણ લોકો તો બિચારા સચોડો આત્મા વોસરાવી દે છે ! (પૃ. ૭૦૪)
— સંબંધિત શિર્ષક : ક્રોધ, માન, માયા, લોભ, વિષયકષાય