Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કલ્યાણ (ચાલુ)
૧૩૮
વ્યવહારના દુરાગ્રહમાં રોકાઇ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય. (પૃ. ૬૪૮)
સત્સંગ ને સત્યસાધન વિના કોઇ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.
તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ–પુરુષાર્થ શ્રેષ્ઠ છે. (પૃ. ૭૦૩)
D આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેનો પરમાર્થ છે તેવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્ષે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. (પૃ. ૭૧૩)
સમોવસ૨ણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમોવસરણ હોય, પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. (પૃ. ૭૨૨)
કષાય
D પ્ર૦ કષાય તે શું ?
ઉ૦ સત્પુરુષો મળ્યે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. (પૃ. ૭૦૯)
કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે. (પૃ. ૭૧૧)
D કોઇ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય. (પૃ. ૭૧૪)
મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, (પૃ. ૭૭૨)
જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તોપણ તેનો સ્વભાવ કડવો છે. પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી.
કષાયના ભેદ બે : (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ.
કષાય વગર બંધ નથી. આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઇ શકે, પ્રમાદનો ચારિત્રમોહમાં અને યોગનો નામકર્મમાં થઇ શકે. (પૃ. ૭૮૪)
દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઇને.
પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે છે;