Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૪૩
કળિકાળ-કળિયુગ (ચાલ) | D કરાળ કાળ- હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઇએ, ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણુ
કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પરુષ વિના હોય નહીં; કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને પુરુષનાં દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે, ત્યારે સદ્ધર્મરૂપ સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? (પૃ. ૨૮૬). જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળિકાળ જ છે. જનસમુદાયની વૃત્તિઓ વિષયકષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. રાજસીવૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઇ ગઇ છે. અંધકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું
જીવને યથાર્થ ભાન થતું નથી. (પૃ. ૩૦૪). 1 જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે) દોષિત છે; ત્યાં પછી તેના દોષ ભણી જોવું, એ અનુકંપાનો
ત્યાગ કરવા જેવું થાય છે, અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને
અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. (પૃ. ૨૯૨) D ભગવાન વ્યાસજી જે યુગમાં હતા, તે યુગ બીજો હતો; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ
અને હરિજન દૃષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કોઇની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત્ મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે, સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી; કેવળજ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઇચ્છા શું છે ? આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્યવાળાં પ્રાણી જોઇ પરમ
અનુકંપા આવે છે. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કંઈ ગમતું નથી. (પૃ. ૩૦૧). 1 ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળિયુગ છે.
કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કોઇક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપુજા નામે આશ્રર્યવાળો હંડ–ધીટ-એવો આ પંચમકાળ અનંતકાળે આશ્રયસ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે. (પૃ. ૪૦૬) આશ્રર્યકારક તો એ છે કે, કળિકાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. (પૃ. ૩00) કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે.
(પૃ. ૩૦૧) ID આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી. (પૃ. ૪૩૨). D કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. (પૃ. ૨૯0) T કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં