________________
૧૪૧
કષાય, અનંતાનુબંધી (ચાલુ) તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઇ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. (પૃ. ૭૫૮) વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઇ કોઇનો તે જ કાળમાં મોક્ષ થયો
ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવત્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઇએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે? એ વાત વિચારવા યોગ્ય છે. જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે
સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમજ, વીતરાગને માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જ મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી; પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે
અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. (પૃ. ૭૩૮) 'D અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ચાળીસ કોડાકોડીની, અને મોહનીય(દર્શનમોહનીય)ની સિત્તેર
કોડાકોડીની છે. (પૃ. ૭૮૧) 2 અનંતાનુબંધી માન, કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. (પૃ. ૧૯૫)
ખોટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દોષ જુએ તો તે સમજણનો દોષ, પણ સમતિ
જાય નહીં, પણ અણપ્રતીતિએ દોષ જુએ તો મિથ્યાત્વ. (પૃ. ૭૦૬). T જે જીવને અનંતાનુબંધીનો ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખું
જગત તેની સેવા ચાકરી કરે છે ! (પૃ. ૬૯૪-૫) D જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં
પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. પુરુષનું