________________
કલ્યાણ (ચાલુ)
૧૩૬
આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. (પૃ. ૩૩૩) D કોઇને અર્થે વિકલ્પ નહીં આણતાં અસંગપણું જ રાખશો. જેમ જેમ સત્યરુષનાં વચન તેમને પ્રતીતિમાં
આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિંજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે
પામશે, એમ નિઃસંદેહતા છે. (પૃ. ૬૦૫). T જેમ ભૂતમાત્રને પૃથ્વી આધારભૂત છે, અર્થાત્ પ્રાણીમાત્ર પૃથ્વીના આધારથી સ્થિતિવાળાં છે, તેનો
આધાર પ્રથમ તેમને હોવો યોગ્ય છે, તેમ સર્વ પ્રકારના કલ્યાણનો આધાર, પૃથ્વીની પેઠે “શાંતિ'ને (બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે) જ્ઞાની પુરુષે કહ્યો છે. (પૃ. ૩૯૧) T જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે, તેવો નિર્ધાર બીજા
સંપ્રદાયને વિષે નથી. (પૃ. ૪૬૩) T કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. એ ભાવનાઓ
કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. (પૃ. ૧૮૩) 1 જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી,
પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે
પરમ સત્સર્ગ કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. (પૃ. ૩૮૨). 1 રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. (પૃ. ૭૦૧)
જીવ જો અજ્ઞાનપરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. (પૃ. ૩૬૩) બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમ જ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો
ત્યાગ કરો. (પૃ. ૩૬૩-૪ો. I આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય
થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. (પૃ. ૩૬૯). T કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન
છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. (પૃ. ૩૭૨) 0 લોકો માત્ર વિચારવાનું કે સમ્યફદ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા
વિધિનિષેધના કર્તુત્વના માહાત્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. (પૃ. ૫૧૧) D દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ