Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૩૩
કલ્યાણ
D અમે અંગ્રેજી ન ભણ્યા તે સારું થયું છે. ભણ્યા હોત તો કલ્પના વધત. કલ્પનાને તો છાંડવી છે. (પૃ. ૩) એક નાકને માટે, મારું નાક રહે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું શૂરવીરપણું દેખાડવા લડાઇમાં ઊતરે છે; નાકની તો રાખ થવાની છે ! (પૃ. ૭૨૮) તે જિન-વદ્ધમાનાદિ સપુરુષો કેવા મહાન મનોજયી હતા! તેને મૌન રહેવું-અમૌન રહેવું બન્ને સુલભ હતું; તેને સર્વ અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી, તેનો ક્રમ માત્ર આત્મ સમતાર્યો હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પ થવો દુર્લભ, તેવી તેમણે
અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી ! (પૃ. ૧૯૭) D એ ગુણો (ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ) જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી
આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયાં પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે. (પૃ. ૪૧૫-૬) તે પુરુષથી (જને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે,) આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. (પૃ. ૩૭૨-૩) યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું
જ્ઞાનીઓએ કહ્યું છે. (પૃ. ૩૧૭) T સાચો માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવો નહીં, હું ટૂંઢિયો છું, હું તો છું, એવી કલ્પના રાખવી નહીં.
(પૃ. ૭૨૯). કલ્યાણ | D સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ. (પૃ. ૭૧૧)
જ્ઞાનીને ઓળખો; ઓળખીને એની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. (પૃ. ૬૬૯) જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ
છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. (પૃ. ૩૨૪) 0 કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. (પૃ. ૭૩૩) D અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે,
(પૃ. ૨૨૫). T કોઇ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે. (પૃ. ૧૪) D જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ. (પૃ. ૭૩૦)