Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૩૧
કર્મબંધ (ચાલુ) || જ્યાં જ્યાં “આ મારાં ભાઇભાંડુ' વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ - ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ પામે. (પૃ. ૭00) 1 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના પાંચ કારણ છે. કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય
ચાર કારણ દર્શાવ્યાં હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમાં પ્રમાદને અંતભૂત કર્યો હોય છે. (પૃ. ૬૦૨) 1 અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતી વાર કરી છે; અને તે કર્મબંધનું કારણ
છે. (પૃ. ૭૩૭) મુખ્ય કરીને બંધ પરિણામોનુસાર થાય છે. કોઇએક મનુષ્ય કોઇએક મનુષ્યપ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્તાના પરિણામવતું જ છે એમ એકાંતે નથી, અથવા તે શિક્ષા કોઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદયરૂપ પણ હોય છે; અને વર્તમાન કર્મબંધ સત્તામાં પડયા રહે છે, જે યથાવસરે વિપાક આપે છે. હિંસાના દ્રવ્ય, કોત્ર, કાળ, ભાવ અને તેના કર્તાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને તેનો બંધ કર્તાને થાય છે. તેમ જ અસત્યાદિના સંબંધમાં પણ સમજવા યોગ્ય છે. ત્યાગની વારંવાર વિશેષ જિજ્ઞાસા છતાં, સંસાર પ્રત્યે વિશેષ ઉદાસીનતા છતાં, કોઇએક પૂર્વકર્મના બળવાનપણાથી જે જીવ ગૃહસ્થાવાસ ત્યાગી શકતા નથી, તે પુરુષ ગૃહસ્થાવાસમાં કુટુંબાદિના નિર્વાહ અર્થે જે કાંઇ પ્રવૃત્તિ કરે છે, તેમાં તેનાં પરિણામ જેવાં જેવાં વર્તે છે, તે તે પ્રમાણે બંધાદિ થાય. મોહ છતાં અનુકંપા માનવાથી કે પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મબંધ ભૂલથાપ ખાતો નથી. તે તો યથા પરિણામ બંધપણું પામે છે. કર્મના સૂક્ષ્મ પ્રકારોને મતિ વિચારી ન શકે તોપણ શુભ અને અશુભ કર્મ સફળ છે, એ નિશ્રય જીવે વિસ્મરણ કરવો નહીં. (પૃ. ૬૦૦-૧) કર્મબંધના ચાર પ્રકાર છે - પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદગલનો જમાવ અર્થાત જોડાણ છે, ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લઇને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. (પૃ. ૭૪૩) D પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઇએ જોયાં નથી, પણ તેનું પરિણામવિશેષ જાણવામાં આવે છે.
તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દ્રષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. (પૃ. ૭૭૬) D જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઇએ. કર્મબંધ પડયા પછી પણ તેમાંથી સત્તામાંથી ઉદય આવ્યા
પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. (પૃ. ૬૭૭). D અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે. તોપણ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો