Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૨૭
કર્મઉદય
કર્મ, શુભાશુભ| D એક જીવ સુંદર પલંગે પુખશયામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત
ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઇને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઇને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જભ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઇનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે?
પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. (પૃ. ૫૯-૬૦) T બ્રાંતિપણે આત્મા પરભાવનો કર્યા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે
શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. (પૃ. ૭૨૦) સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ-એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુ:ખનું ખરું કારણ કર્મ જ
કાર્તિકેયાનુપ્રેક્ષા’માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે? તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યફપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઇએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો
નથી. (પૃ. ૭૮૫) | કર્મઉદય].
પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે, પોતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઈલાજ નથી. કર્મનાં ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, ચિંતા, ભય, વેદના, દુ:ખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી, કર્મનો ઉદય આકાશ, પાતાલ કે કયાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વૈરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે; જલચરાદિક પાણીમાં મારે; પણ