Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કર્મ, વેદનીય (ચાલુ)
૧૨ દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. (પૃ. ૭૭૩) વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને
(અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે. (પૃ. ૭૭૫) | વેદનીયકર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ
થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદજીએ કહ્યું. (પૃ. ૭૭૮, ફૂટનોટ) D વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેચવામાં હર્ષશોક શો? (પૃ. ૬૫૯) T વેદનીયકર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. વેદનીયઉદય ઉદય થાય તો
અવેદ પદ નિશ્વયનું ચિંતવવું. (પૃ. ૧૦) D જ્ઞાનયોગનો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે, અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવિકર્મ
નાશ પામે છે, પણ તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું એવું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની પેઠે અસ્ત થયા પછી પથ્થરરૂપ એવા આ જીવને સંબંધમાં છે; જે આયુષ્યકર્મના નાશથી નાશ પામે છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો નિયમ નથી; તે તેની સ્થિતિએ નાશ પામે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અવ્યાબાધપણાને આવરણરૂપ છે; અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટતું નથી; પણ સંપૂર્ણજ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જતાં તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોબયેલ છે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને પણ
માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત્ આવરણ નથી. (પૃ. ૪૧૦) * I આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે. (પૃ. ૭૩)
T સંબંધિત શિર્ષક વેદના | કર્મ, શિથિલ
મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ. શકવા અસંભવિત નથી, તથાપિ ભોગવવા યોગ્ય એવાં “નિકાચિત કર્મતે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક શિથિલકમ'ની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફરથી તે કર્મનું વેદવું થાય છે. કોઇ એક એવું શિથિલકર્મ” છે, કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય. તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોઈ પાસે પૂર્વલાભનો કોઈ એવો બંધ છે, કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે; એ પણ એક સિદ્ધિ જેવું છે; તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વીતરાય ગુટવાનો પ્રસંગ સમીપવર્તી હોય, તોપણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઇ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી; નિષ્ફળ વાર્તા છે.
(પૃ. ૩૯-૭) | “ઓછું કરવું', પરિગ્રહમર્યાદા કરવી એમ જેના મનમાં હોય તે શિથિલ કર્મ બાંધે. (પૃ. ૭૧૩)