Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૦૫
ઔષધ (ચાલુ) | ઔષધ
રોગ વગેરે છે તે ઓસડથી ટળી શકે છે તેથી કોઈને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઈ શકે છે; આવી શંકા થાય એવું છે; પણ એમ નથી. એ શંકાનો ખુલાસો નીચે પ્રમાણે છે :કોઇએક પુદ્ગલના પરિણામથી થયેલી વેદના (પુદગલવિપાકી વેદના) તથા મંદ રસની વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે અને કેટલાએક સંજોગોથી વધારે થાય છે અથવા નિકાચિત થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે; બાકી ખરી રીતે જોતાં તો તે બંધ પૂર્વથી જ એવો બાંધેલો છે કે, તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. ઓસડ વગેરે મળવાનું કારણ એ છે, કે અશુભ બંધ મોળો બાંધ્યો હતો; અને બંધ પણ એવો હતો કે તેને તેવાં નિમિત્ત કારણો મળે તો ટળી શકે પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગનો નાશ થઈ શકયો; અર્થાત્ પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળાં ઓસડની ઇચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યોગ્ય છે અને તે પાપવાની ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. એમ ભાસે, કે અશુભ કર્મના ઉદયરૂપ અશાતાને તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે; અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે. ‘પુલવિપાકી” એટલે જે કોઈ બહારના પુદ્ગલના સમાગમથી પુદ્ગલ વિપકપણે ઉદય આવે અને કોઈ બાહ્ય પુદ્ગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુફેરથી તે નાશ થાય છે; અથવા કોઈ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે. નિશ્રયમુખ્યદ્રષ્ટિએ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે. બાકી તો જે થવાનું હોય તે જ થાય છે.
(પૃ. ૬૦૧-૨) T કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ કંઈ પણ
તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યફ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી.' અમુક કર્મબંધ કેવા પ્રકારના છે તે તથારૂપ જ્ઞાનવૃષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરુષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઈ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેનો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય, કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તો પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દ્રુષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આશા છે કે જયાં સુધી આર્તધ્યાન ન ઊપજવા યોગ્ય