Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કર્મ, નામ (ચાલુ)
૧૨૨ 0 પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને વેશ્યાના વશથી બીજા દેહમાં
જાય છે. (પૃ. ૫૯૩) યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઇને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે; ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણું પામે ત્યારે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિષે એક આત્મા સિવાય બીજું કંઈ નથી. અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ શી રીતે ઘટે? (પૃ. ૭૪૭) નામ, આયુષ્યાદિ કર્મ, જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં
પડે છે; જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. (પૃ. ૭૫૮) D યોગનો સમાવેશ મુખ્ય કરીને નામકર્મમાં થઈ શકે. (પૃ. ૭૮૪) કર્મ, નિકાચિત D મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં; અમુક શિથિલકમ'ની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં; આકારફરથી તે કર્મનું વેદવું થાય છે. (પૃ. ૩૯૬). મુખ્ય કરીને બંધ પરિણામોનુસાર થાય છે. કોઇએક મનુષ્ય કોઇએક મનુષ્યપ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી પણ એમ બને. (પૃ. ૬૦૦) વ્રત આપનાર અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયોગ રાખવા. ઉપયોગ રાખે નહીં, ને ભાર રાખે
તો નિકાચિત કર્મ બંધાય. (પૃ. ૭૧૩) T નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્વાત્તાપે,
જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્ય છૂટકો. (પૃ. ૭૩૪) | જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્વરુષનો બોધ લાગે છે. (પૃ. ૭૧૩) | કર્મ, મોહનીય T મોહનીય કર્મ બે ભેદે છે :- એક ‘દર્શનમોહનીય' એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને
અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી “ચારિત્રમોહનીય'; “તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે. તે તેનો અચૂક ઉપાય છે. તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ