Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૨૧
કર્મ, નામ |
D જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, લયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય; અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું
કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. (પૃ. ૭૮૧-૨) 3 શાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક શ્લોક જે જ્ઞાનાવરણીયના
ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, સો. અર્થાત્ વધારે વાર ગોખવાથી ઇનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઇ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં
અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. (પૃ. ૭૫૮) 1 જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે.
(પૃ. ૪૮૧) | કર્મ, દર્શનાવરણીય D ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા
બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચલુદર્શન આંખ સિવાયની બીજી ઇન્દ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇન્દ્રિયોને માટે પણ જણાય છે. (પૃ. ૭૬૦) [ અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું
નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઇને તેમ બને છે. દર્શન રોકાયે જ્ઞાન રોકાય. (પૃ. ૭૬૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય, એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત થઇ જાય; અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ
દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. (પૃ. ૭૮૧-૨) I'D જ્ઞાનાવરણીયનો જય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક શ્લોક જે જ્ઞાનાવરણીયના.
ઉદયથી યાદ રહેતો ન હોય તે બે, ચાર, આઠ, સોળ. બત્રીસ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણીય કર્મના સંબંધમાં રામજવું. (પૃ. ૭૫૮) જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મનો અમુક લયોપશમ થવાથી ઇન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૮૧), D જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો
પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. (પૃ. ૩૨૮) | કર્મ, નામ 0 નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સનો નાશ અને અસભાવનો ઉત્પાદ કરે છે.
(પૃ. ૫૮૯)