Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૧૯
કર્મ, આયુષ્ય (ચાલુ) | પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઇ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઇ શકે. સિત્તેર કોડાકોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે
જ ભવનો બંધ પડે. (પૃ. ૭૮૧) _ આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે.
આયુષપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય, અને અન્ય ભવમાં પણ વેદાય. જીવ જે ભવની આયુષપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઇ શકતાં નથી. આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે; તેમાંથી તે એસીમે વર્ષે અઘરે આયુષે મરણ પામે તો બાકીનાં વીશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એ કાશીમાં વર્ષથી નથી; તેથી કરીને આયુષઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ ત્રુટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. આયુકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. જો પૃથ્વી હોય તો ઝાડ હોય. (પૃ. ૭૬૩-૪). આયકર્મ સંબંધી :- (કર્મગ્રંથ). ૦ અપવર્તન = વિશેષ કાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ
હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. ૦ “તૂટયું' શબ્દનો અર્થ ‘બે ભાગ થવા” એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે “દેવું ત્રુટયું'
શબ્દ “દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું'ના અર્થમાં વપરાય છે, તેવી રીતે “આયુષ ત્રુટયું
શબ્દોનો આશય જાણવો. ૦ “સોપક્રમ” = શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. ૦ નિરુપક્રમ = નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હોય
૦ પ્રદેશોદય = પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે “પ્રદેશોદય'. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય