________________
ન કર્યું નથી.
|| કર્મ, અનંત
૧૧૮ કર્મ, અનંત
શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે; તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને (શ્રી સૌભાગ્યભાઈને) એક પ્રશ્ન થયું કે, “તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં.' જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને
મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. (પૃ. ૪૧૨) T સંબંધિત શિર્ષક : અનંત કર્મ, અંતરાય
ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાયકર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઇ અનંતદાનલબ્ધિ, અનંતલાલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ. અને અનંત ભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. (પૃ. ૬૪૫) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય; અને ક્રિયા પણ કરી શકે નહીં; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું
કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. (પૃ. ૭૮૧-૨). | સંબંધિત શિર્ષક અંતરાય કર્મ, આયુષ્ય || આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે
તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં,
અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. (પૃ.૪૧૨) I આયુષ્યકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તો કોઈને
કેવળજ્ઞાન ઊપજે નહીં. (પૃ. ૭૦૮) I આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે. કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આદુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા