________________
| કર્તાપણું (ચાલુ)
૧૧૪ T સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદ્ગલકર્મનો આત્મા
કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે. કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે? અને તે ફળ કર્મ કોને આપે ? કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલ દ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે, તેમ કમપણે પણ સ્વાભાવિકપણે પુગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ ફળ વેદે છે. તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. (પૃ. ૫૯૦)
I આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ કહે છે. (પૃ. ૪૫૦) [ આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ “કર્મ' કહે છે. (પૃ. ૭૦૯). D રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ “કર્મ' છે; શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું
પરિણમન તે ‘કર્મ કહેવાય; અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ “નિર્જરા' છે. (પૃ. ૭૪૪) D રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે. તે જ કર્મ મુખ્યપણે છે. (પૃ. ૮૧૯)
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે
છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગ) (પૃ. ૩૯૧) 1 અજ્ઞાનદશામાં (આત્મા) ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્યા છે, અને તે ભાવનાં ફળનો
ભોકતા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્યા છે, અર્થાત્ ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઇ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે
છે; અર્થાત્ તે કર્મો આત્માને ભોગવવા પડે છે. (પૃ. ૪૨૫) T વિભાવ પરિણામ “ભાવકર્મ છે. પુદ્ગલસંબંધ ‘દ્રવ્ય કર્મ છે. (પૃ. ૫૮૪) D જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે; અને સ્વભાવ પરિણામમાં પ્રવર્તે તે વખતે કર્મ બાંધે
નહીં. એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો. પણ જીવ સમજે નહીં તેથી વિસ્તાર કરવો પડયો, જેમાંથી મોટાં
શાસ્ત્રો રચાયાં. (પૃ. ૬૮૮). I જે નિશ્રય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે,
તેથી સારી અને માઠી ગતિ થાય છે. (પૃ. ૧૯૩) D સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી
કર્મો કર્યો આવે છે તેવાં ફળો પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન