Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કર્તાપણું (ચાલુ)
૧૧૨ કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું? આત્માએ નહીં ચિતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તુત્વ છતાં પ્રવર્તેલું નહીં? અથવા ઇશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી થયેલું ? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું ? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા યોગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિંતવેલું એવો છે. જો તેમ થતું હોય તો તો કર્મનું પ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હોવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. જેમાં તે લેઇ રીતે પ્રવર્તતો જ નથી, તેવા ધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી; તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવા યોગ્ય નથી, એટલે એ બન્ને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. ત્રીજો પ્રકાર ઇશ્વરાદિ કોઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તો તે ઘટતું નથી. પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે; અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા યોગ્ય છે; તથાપિ અત્રે ઇશ્વર કે વિષ્ણુ આદિ કર્તાનો કોઈ રીતે સ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ :જો ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો વચ્ચે કોઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તો ઇશ્વરકૃત ઠર્યા, અથવા ઇશ્વરના ગુણ
ર્યા; તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પોતાનાં જ કરેલાં હોવા યોગ્ય છે. તેમ ચોથો વિકલ્પ પ્રત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય ? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા પ્રહણ ન કરે તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તો પૂર્વે નિષેધી દેખાડયું છે. પ્રકૃતિ નહીં, તો અંતઃકરણાદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તો તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણાદિરૂપે પ્રથમ ઠરે જ ક્યાંથી ? ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જો ચેતન મનન કરે નહીં, તો કંઈ તે વળગણામાં મનન કરવાનો ધર્મ નથી; તે તો માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી ચેતન તેને અવલંબીને કંઈ પ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આરોપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મનો કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દ્રષ્ટિએ વિચારશો તો અમારાં આ વાક્યો તમને બ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્યતા લાગશે, અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જો કોઈ પણ પ્રકારે આત્માનું કર્મનું કર્તુત્વપણું ન હોય, તો કોઈ પણ પ્રકારે તેનું ભોક્નત્વપણું પણ ન