Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
કર્તવ્ય (ચાલુ)
૧૧૦ D દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્સમાગમ દુર્લભ છે, મહાત્માઓનાં પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને
આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે. (પૃ. ૩૬). ઉપાર્જન કર્યું ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઇના પ્રત્યે દોષદૃષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. (પૃ. ૩૨૪). D જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે “સત્'નું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્રય
રાખવો. (પૃ. ૩૩૮). | જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. (પૃ. ૦૮) D સદ્વર્તન, સદ્ગથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. (પૃ. ૬૦૯)
એટલું કર્તવ્ય છે કે તુચ્છ મતમતાંતર પર દ્રષ્ટિ ન આપતાં અસવૃત્તિના નિરોધને અર્થે સત્તાસ્ત્રના
પરિચય અને વિચારમાં જીવની સ્થિતિ કરવી. (પૃ. ૧૧) T સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. (પૃ. ૧૮). D નિયમિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શાસ્ત્રાવલોકન કર્તવ્ય છે. (પૃ. ૬૧૯) D યથાવિધિ અધ્યયન અને મનન કર્તવ્ય છે. (પૃ. ૬૨૬) D ચિત્ત અવિક્ષેપ રાખી પરમ શાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. પૃ. ૩૭). I પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. (પૃ. ૬૪૧) | જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી રવાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે
એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે. (પૃ. ૫૭૧) T વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. (પૃ. ૬૨૮) || આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય
કરવા યોગ્ય છે. એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. (પૃ. ૪૯૨) જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું
કર્તવ્ય છે. (પૃ. ૫૬૭) D મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. (પૃ. ૬૪૯) D પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. (પૃ. ૭૮) 'D સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. (પૃ. ૧૩૭) I અવિરોધ અને એકતા રહે તેમ કર્તવ્ય છે; અને એ સર્વના ઉપકારનો માર્ગ સંભવે છે. (પૃ. ૬૪૧) D સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. (પૃ. ૧૩૭) D તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્વરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. (પૃ. ૭)