Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૦૯
કર્તવ્ય ટુંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવો નહીં.
જ્યારે જ્ઞાની પુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોક્કસ કરે છે. (પૃ. ૭૧૧). D ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો
માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું; દૂર રહેવું. (પૃ. ૭૨૫) T કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ
મૂકી આઘો ગયો છે તે પાછો ફરે ત્યારે ગામ આવે. (પૃ. ૭૩૩). | D સંબંધિત શિર્ષકો આગ્રહ, દુરાગ્રહ | કરુણા In કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. (પૃ. ૧૮૩) D ઋષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રો “અમને રાજ આપો' એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તો
ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીધા! જુઓ મોટા પુરુષની કરુણા! (પૃ. ૭૦૨). કિર્તવ્ય T માત્ર તમને અથવા કોઇ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે જાણવાનાં
સાવન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. (પૃ. ૪૧૪) | સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે. એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. (પૃ. ૪૯૨) D ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલે જ આપણે તો કર્તવ્યરૂપ છે. (પૃ. ૨૯૯) T સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી
ઉદયને વેદવો યોગ્ય છે. (પૃ. ૩૨૫) D ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક
અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઇએ, પણ
તેવો પ્રસંગ લક્ષમાં રહે છે; બાકી બીજાં પ્રયત્ન તો કર્તવ્ય નથી. (પૃ. ૩૩૧). D અષવૃત્તિથી વર્તવું યોગ્ય છે. ધીરજ કર્તવ્ય છે. (પૃ. ૫૯) D કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું, એ કર્તવ્ય છે. (પૃ. ૩૨૩) | સત્સમાગમ અને સલ્ફાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. (પૃ. ૧૬) T સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. (પૃ. ૩૭) T સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર
કર્તવ્ય છે. (પૃ. ૨૨૯)