________________
૧૧૫
કર્મ (ચાલુ) || તે અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ - રાગદ્વેષવાળો ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય? જૈનીનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઈચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઇ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાંને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યાં છે. અને તે વર્ણનને આકારે પાછાં દૃષ્ટાંતથી મજબૂત કર્યા છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછયું કે હે ભગવાન ! હવે આપણા વંશમાં કોઇ તીર્થકર થશે ? ત્યારે આદિ તીર્થકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચોવિસમાં તીર્થકર વર્તમાન ચોવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા. અને ત્યાંથી વિનયુક્ત અભિવંદન કરીને ઊઠયા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઇ વંદન કરતો નથી, પરંતુ તું વર્તમાન ચોવીસીમાં છેલ્લો તીર્થકર ભગવાન વર્ધમાનને નામે થવાનો છે તે પરાક્રમને લીધે વંદન
આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું. અને અહંપદ આવી ગયું કે હું તીર્થંકર થાઉં તેમાં શી આશ્રર્યતા ? મારો દાદો કોણ છે ? આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવજી. મારો પિતા કોણ છે ? છ ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. મારું કુળ કયું છે ? ઇક્વાકુ. ત્યારે હું તીર્થંકર થાઉં એમાં શું? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે કીર્તિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત? પરંતુ એનો સ્વાર્થ વગરનો ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જો ભાઇ ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મૂકશે ? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થી અને કીર્તિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ? જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડે કે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવો ભપકો ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા નિઃસ્વાર્થી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશંસા કહેવા-કરવાનું છાજે જ કેમ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ
પણ એનો સિદ્ધાંત કોઇ પણ પ્રકારે શંકા કરવા યોગ્ય નથી. (પૃ. ૨૬-૭) 0 ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પરુષોનો
મહાન બોધ છે. (કોઈ વેળા) શુભાશુભ કર્મના ઉદય સમયે હર્ષશોકમાં નહીં પડતાં ભોગવ્ય છૂટકો છે,
અને આ વસ્તુ તે મારી નથી એમ ગણી સમભાવની શ્રેણી વધારતા રહેશો. (પૃ. ૧૮૧). 3 ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઇના પ્રત્યે દોષદ્રષ્ટિ
કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.
(પૃ. ૩૨૪) D કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કોઈ
કોઈ વખત અકસ્માત્ કોઇનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે