Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૦૩
એકેન્દ્રિય વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યોને પણ કંઈક અનુમાનગોચર થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ, આગમપ્રમાણથી, વિશેષ વિચારબળથી કંઈ પણ સમજી શકાય છે, સર્વથા તો પ્રજ્ઞાનગોચર છે.
અગ્નિ અને વાયુના જીવો કંઈક ગતિમાન જોવામાં આવે છે. પણ તે પોતાની સમજણશક્તિપૂર્વક હોતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. (પૃ. ૫૮૩) પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. (પૃ. ૭૬૩) 0 એકેન્દ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂછરૂપ “પરિગ્રહ-સંજ્ઞા” છે. વનસ્પતિ
એકેન્દ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. (પૃ. ૫૯૭) 0 એકેન્દ્રિયાદિક યોનિ હોય તો પણ જીવનો જ્ઞાનસ્વભાવ કેવળ લોપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. | (પૃ. ૭૧૪) I ગુરુ પાસે રોજ જઈ એકેન્દ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછયા
કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું? એકેન્દ્રિયમાં જવું ધાર્યું છે કે શું? પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયને જાણવાનો પરમાર્થ શો ? એકેન્દ્રિયાદિ જીવો સંબંધી કલ્પનાઓથી કાંઇ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. એકેન્દ્રિયાદિ જીવોનું સ્વરૂપ જાણવાનું કંઈ ફળ નથી; વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેન્દ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ કરશો નહીં. પણ સમકિતની ગોઠવણ કરજો. આવું કહે તો કોઈ દહાડો એનો નિવેડો આવે. પણ રોજ એકેન્દ્રિયાદિની કડાકૂટો કરે તો એનું કલ્યાણ ક્યારે થાય ? (પૃ. ૬૯૪). દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે. તેમાં અતિશય મમતા મૂચ્છ હોવાથી ત્યાંથી ચવીને તે
હીરા આદિમાં એકેન્દ્રિયપણે અવતરે છે. (પૃ. ૭૩૫). - 'T સંબંધિત શિર્ષક: ઇન્દ્રિયો