Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| એકાંત (ચાલુ)
૧૦૨ અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. (પૃ. ૭૫૦) એકેન્દ્રિય
“ભગવાને, ચૌદ રાજલોકમાં કાજળના ઝૂંપાની પેરે સૂક્ષ્મએકેન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જે જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માય મરે નહીં એવાં કહ્યા છે. તે જીવને ઔદારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિઆદિ-વ્યાઘાત થતો નહીં હોય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિઆદિ-વ્યાઘાત નહીં થતો હોય ? જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિઆદિ-વ્યાઘાત કેમ ન પામે ? એ પ્રકારનું પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું છે. વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્ર સમાધાન લખ્યું છે કે, એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જયારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તૈજસ અને કાર્મણ એ બે શરીર હોય છે; બાકી સર્વ સ્થિતિમાં એટલે કર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જિને કહ્યો છે. કાર્મણ, તૈજસ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક. ફકત વાટે વહેતા જીવને કાર્પણ તૈજસ્ એ બે શરીર હોય છે; અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જયાં સુધી છે, ત્યાં સુધીમાં તેને કાશ્મણ, તૈજસ શરીરથી નિર્વાહ થઇ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે. પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે, આહારાદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય અને એ આહારાદિનું કંઈ પણ પ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું, એમ સમજવા યોગ્ય
ભગવાને જે સૂક્ષ્મએકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિઆદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિઆદિકનું જ મહત્વ છે અને એકેન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારનાં છે કે જેને એકબીજાનો સંબંધ ન થઇ શકે; અર્થાત સાધારણ સંબંધ થાય એમ કહીએ તોપણ અગ્નિ, શસ્ત્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઇ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાધાત થાય તેવો અગ્નિ, શસ્ત્રાદિકનો સંબંધ તેને થતો નથી. જો તે જીવોની અવગાહના મહત્ત્વવાળી હોય અથવા અગ્નિઆદિનું અત્યંત સૂક્ષ્મપણું હોય કે જે તે એકેન્દ્રિય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, તો તે એકેન્દ્રિય જીવને વ્યાઘાત કરવાને વિષે સંભવિત ગણાય, પણ તેમ નથી. અહીં તે જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે, અને અગ્નિ શસ્ત્રાદિનું મહત્ત્વ છે, તેથી વ્યાઘાતયોગ્ય સંબંધ થતો નથી, એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલાં એવાં તે જીવોનાં પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી.
(પૃ. ૪૧૩-૪) T કર્મફળચેતના – એકેન્દ્રિય જીવ અનુભવે છે. (પૃ. ૭૭૫) D એકેન્દ્રિય જીવને અનુકૂળ સ્પર્શદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે “મૈથુનસંજ્ઞા' છે. (પૃ. ૫૯૭) D એકેન્દ્રિય પ્રાણીના પાંચ ભેદ છેઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ.