________________
ઉપયોગ
૯૨ _ | ઉપયોગ D જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન).
(પૃ. ૧૯૦) D સંકલ્પવિકલ્પ મૂકી દેવા તે “ઉપયોગ’. (પૃ. ૭૧૩) D ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો. (પૃ. ૧૬૯). શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઇ તો પછી તે સમયે સમયે પૂર્વઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે.
આ અનુભવગમ્ય પ્રવચન છે. (પૃ. ૧૯૬). D જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે. (પૃ. ૪૭૭) I અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ - “વ્યવહારની અપેક્ષાએ' - આત્મા સ્વસ્વરૂપે
પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે – પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન) ને સમ્યફજ્ઞાન માની રહ્યો છે; અને સમ્યકજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે રહેલાં કર્મપુદ્ગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઇ પણ નિમિત્તથી જ હોવી જોઇએ; અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને
અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. (પૃ. ૧૯૦-૧) 1 ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે. (પૃ. ૧૭૦)
ઉપયોગ ત્યાં ધર્મ છે. (પૃ. ૧૩) n આત્મ - ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. (પૃ. ૧૦) 1 એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર થશે. (પૃ. ૧૧) I એક સમ્યફ ઉપયોગ થાય, તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે ! (પૃ. ૭૨૫) D ઉપયોગ જીવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. (પૃ. ૭૦૫) | આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. (પૃ. ૭૧૩) D મનનાં પરિણામો ઉપયોગસહિત જો હોય તો કર્મ ઓછાં લાગે, ઉપયોગરહિત હોય તો કર્મ વધારે લાગે.
(પૃ. ૭૦૯) 0 તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી
ઇન્દ્રિયો વશ થતી નથી; પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. (પૃ. ૭૦૦)