________________
ઉપશમ (ચાલુ)
૯૬
જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઇ પ્રયોજન અર્થે નથી. (પૃ. ૩૩૧)
આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે,પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. (પૃ. ૪૧૦)
D બંધવૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્ત્તવ્ય છે, કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય ? કારણ વિના કોઇ કાર્ય સંભવતું નથી; તો આ જીવે તે વૃત્તિઓનાં ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે.
ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઇ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઇ ઠેકાણું કરતો નથી, અર્થાત્ હજુ તેને તે અભ્યાસમાં કંઇ રસ દેખાતો નથી; તેમ કડવાશ લાગતાં છતાં તે કડવાશ ઉપર પગ દઇ આ જીવ ઉપશમન, નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટપરિણામી જીવે વિચારવા યોગ્ય છે; વિસર્જન ક૨વા યોગ્ય કોઇ રીતે નથી. (પૃ. ૪૧૧)
શાતા—અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો.
કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારસૃષ્ટિથી ગ્રહણ ક૨વા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે ૫૨મ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. (પૃ. ૬૪૪)
ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (પૃ. ૬૫૩) E સંબંધિત શિર્ષકો : ક્ષયોપશમ, વૈરાગ્યઉપશમ, શમ, શ્રેણી, સમ્યક્ત્વ-ઉપશમ ઉપશમભાવ
અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો (સર્વ સંદેહની નિવૃત્તિ, સર્વ ભયનું છૂટવું અને સર્વ અજ્ઞાનનો નાશ) માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યાં છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઇએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઇએ, તે નથી. (પૃ. ૨૨૦)
સોળ ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઇ મત્સરભાવ આવી ચાલ્યો જાય તો, તેને ઉપશમભાવ હતો, ક્ષાયક નહોતો, આ નિયમા છે. (પૃ. ૨૫૪)
D સંબંધિત શિર્ષક : ભાવ
ઉપાદાન
સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તો જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની