Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ઉપશમ
| ઉપયોગ, અવિષમ T વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે
છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ
જ ધ્યાન. (પૃ. ૫૬૩) ઉપયોગ, નિર્વિકલ્પ D નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સલ્ફાસ્ત્ર,
સવિચાર અને વૈરાગ્ય–ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. (પૃ. ૪૫૯) ઉપવાસ T નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે
છે. અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષધ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે. (પૃ. ૭૧૮) તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી; પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. (પૃ. ૭૦૦). તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી; પણ આત્માને અર્થે ઉપવાસ કરવાના છે. બાર પ્રકારે તપ કહ્યું છે. તેમાં આહાર ન કરવો તે તપ જિહાઇન્દ્રિય વશ કરવાનો ઉપાય જાણીને કહ્યો છે. જિલ્લાઈદ્રિય વશ કરી. તો બધી ઇન્દ્રિયો વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરી તેની વાત બહાર ન કરો; બીજાની નિંદા ન કરો; ક્રોધ ન કરો; જો આવા દોષો ઘટે તો મોટો લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે 'તેને “તપ” કહ્યું છે. લૌકિકવૃષ્ટિ ભૂલી જવી. (પૃ. ૭૧૮) | સો ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. (પૃ. ૭૨૯) 0 મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન ઉપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કોઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ
લોકોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની
આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યા. (પૃ. ૭૧૫) | ઉપશમ |
ઉપશમ = વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી. (પૃ. ૭૨૩) D તેની (ગૃકુટુંબ પરિગ્રહાદિની) પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું
તે ‘ઉપશમ” છે. (પૃ. ૪૦૭) D ઉપશમ એટલે સત્તામાં આવરણનું રહેવું. (પૃ. ૭૧૩)