Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૯૯
ઉપેક્ષા જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય. સાચા ઉપાય જીવ શોધતો નથ
આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. (પૃ. ૮) | સંબંધિત શિર્ષક : નિરુપાયતા ઉપાસના | ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી
ઉપાસના કરો. (પૃ. ૮૨૪) |સદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. (પૃ. ૩૦) D મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની
વર્ધમાનતાના સદુપાય છે. (પૃ. ૬૪૩). D જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી
વર્તે છે, તેને અત્યંત ભકિતથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્રય દેખીને પરિણતિ કરવી ઘટે છે. (પૃ. ૪૯૫). વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? હે મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય
છે. (પૃ. ૮૧૮) D શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. (પૃ. ૫૮૬)
વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. (પૃ. ૨૮). I આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. '' (પૃ. ૩૩) T સંબંધિત શિર્ષક : આરાધના ઉપેક્ષા 0 ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. (પૃ. ૧૮૩) D માધ્યસ્થ કે ઉપેક્ષા ભાવના એટલે શુદ્ધ સમષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. (પૃ. ૧૮૮)