________________
૮૯
ઉપદેશજ્ઞાન (સિદ્ધાંતજ્ઞાન)
ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઇ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યાં તે સંયતિધર્મે સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્ગુરુના લક્ષે મુખ્યતાએ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો તે૨મા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુકત સયોગીકેવળી પ૨મ સદ્ગુરુ શ્રી જિન અરિહંત તીર્થંકરને વિષે વર્તે છે. (પૃ. ૬૨૨-૩) શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. (પૃ. ૭૭૯)
ઉપદેશકાર્ય
D ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભકિત, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. (પૃ. ૪૯૨) આત્માને વાસ્તવ્યપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાનીપુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કા૨ણે કરીને તે પ્રકારે પણ જ્ઞાનીપુરુષો વર્તે છે
(૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિષે પરિણામી થાય એવા સંયોગોને વિષે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કર્યે પણ ગ્રહણ કરવાનું તેને વિષે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાનીપુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે;
(૨) અથવા પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદયરૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતાં પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તોપણ જ્ઞાનીપુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. (પૃ. ૪૯૫)
શિષ્યાદિ અથવા ભકિતના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તો જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય; અને તેથી જ વર્ધમાનાદિ જ્ઞાનીપુરુષો અનિદ્રાપણે સાડાબાર વર્ષ સુધી રહ્યા; સર્વથા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું; એક શબ્દનો ઉચ્ચા૨ ક૨વાનું પણ યથાર્થ દીઠું નહીં; સાવ નિરાવરણ, વિજોગી, વિભોગી અને નિર્ભયી જ્ઞાન થયા પછી ઉપદેશકાર્ય કર્યું. માટે આને આમ કહીશું તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું એ વગેરે વિકલ્પો સાધુ-મુનિઓએ ન કરવા. (પૃ. ૬૮૩)
ઉપદેશજ્ઞાન (સિદ્ધાંતજ્ઞાન)
શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ‘ઉપદેશ’નો અને બીજો પ્રકાર ‘સિદ્ધાંત’નો છે. ‘‘જન્મમરણાદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં; માતપિતા, સ્વજનાદિક સર્વનો ‘સ્વાર્થરૂપ' સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર