________________
| ઉપદેશ (ચાલુ)
८८ | અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. આ કાળમાં ઘણા જીવ વિરાધક
હોય છે અને નહીં જેવો જ સંસ્કાર થાય છે. (પૃ. ૭૩૫) | ઉપદેશકપણું
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઇ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઇ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ
કર્યો છે. (પૃ. ૪૭૫-૬) | યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ
અને ભકિતનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહનો તથા કેવળ વેષ વ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશકિત ઉપદેશ કર્તવ્ય છે. (પૃ. ૪૯૩) મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તો છઠું અને તેરમું છે. બાકીનાં ગુણસ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી, એટલે તેરમે અને છ ગુણસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (પૃ. ૫૩૩) ઉપદેશક ગુણસ્થાન છઠું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશક પ્રવૃતિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છ9થી શરૂ થાય. છકે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તો તેરમે છે, અને યથાવત્ માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્ગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ કે ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદ્ગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્ગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારનો પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્ત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યફ વિરતિ નથી; અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યક વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે.