Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
ઉપદેશ (ચાલુ) T મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે
જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં
પ્રવત્તિની તમે ઇચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી, આ પત્ર પૂરો કરું છું. (પૃ. ૩૮૨-૩) 0 સપુરુષો ઉપકાર અર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે.
પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્યરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સપુરુષ હોય તો ગુણો પ્રગટયા વિના રહે નહીં. (પૃ. ૭૧૦) | ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કમરૂપ ગોદડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપ લાકડી
લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધોતિયારૂપ કર્મ ઓઢયાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. (પૃ. ૭૨૦) T સર્વ દર્શન પારિણામિકભાવે મુકિતનો ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થદ્રષ્ટિ થયા વિના સર્વ
દર્શનનું તાત્પર્યજ્ઞાન દયગત થતું નથી. જે થવા માટે સત્પરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સમ્મત થવાં જોઇએ.
(પૃ. ૧૯૨) O જ્ઞાનીના ઉપદેશને વિષે અભુતપણું છે, તેઓ નિરિચ્છાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ
એ જ્ઞાનનું મહાત્ય છે, માટે સહેજે મહાભ્યને લઈને ઘણા જીવો બૂઝે છે. અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રુચિકર, રાગપોષક ને સંસારફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે. (પૃ. ૭૦૭) જે પુરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે પુરુષોને તો અનંતો લાભ પ્રાપ્ત થયો છે. સપુરુષો પરજીવની નિષ્કામ કરુણાના સાગર છે. વાણીના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કોઈ જીવને દીક્ષા લે' તેવું કહે નહીં. તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેચવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે. સપુરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઇચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની
ખાતર ઉપદેશ દે છે. (પૃ. ૭૩૦) T માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તેમ મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્રર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? (પૃ. ૭૧૦) ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. (પૃ. ૭૭૮) યોગ્ય જીવ ન હોય તેને પુરુષ ઉપદેશ આપતા નથી. (પૃ. ૭૧૧) T ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે :
(૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) ગણિતાનુયોગ. (૪) ધર્મકથાનુયોગ. (પૃ. ૭૫૫)