Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
s
| આત્માર્થ (ચાલુ) D સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્વયને આરાધે છે, તેને જ જ્ઞાન
સમ્યફપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. (પૃ. ૫૫૮). 0 આત્માર્થીએ બોધ ક્યારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે.
અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી વિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દ્રઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી. (પૃ. ૬૩૧) તે સન્માર્ગને (શુભાશુભ પરિણામધારા પ્રત્યે ઉદાસીનતા, ચલ સ્વભાવરૂપ પરિણામધારાનો આત્યંતિક વિયોગ કરવાના સન્માર્ગને) ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્મા જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાક્યમય સાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી
પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે. (પૃ. ૬૪૫) D કોઇ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદ્ગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને
કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાગનો ઉપેક્ષિત નહી એવો, અને સદ્ગુરુથી પોતાને જ્ઞાન મળ્યું. નથી માટે મોટો છું એવો નહીં હોય, તેને થયું હોય; એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મોક્ષમાર્ગનો લોપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેનો માર્ગ દીઠો ન હોય એવો પોતે પચાસ વર્ષનો પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યો હોય તેને પણ તે માર્ગની ખબર પડતી નથી, અને કોઈને પૂછે ત્યારે જણાય છે, નહીં તો ભૂલ ખાય છે; અને તે માર્ગને જાણનાર એવું દશ વર્ષનું બાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હોય, અથવા જેને આત્માર્થની ઇચ્છા હોય તેણે સદ્દગુરુના યોગે કરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લોપવો ઘટે નહીં, કેમકે તેથી સર્વ જ્ઞાનીપુરુષની આજ્ઞા લોપવા બરાબર થાય છે. (પૃ. ૫૩૦). D આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્યપુરુષોને
ધન્ય છે ! (પૃ. ૬૪૯) D તેવા (આત્મદશાને પામી નિર્દઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે) મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત ક્વચિત્ તે યોગ
વર્તમાનમાં બનવા યોગ્ય છે. (પૃ. ૬૧૬). | આત્માર્થીનાં લક્ષણ D જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં
આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઇએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે
તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. (પૃ. ૫૨૮) D૦ જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિ શું ન જ સંભવે.
નં સંમંતિ પારસદ તં મોmતિ પાસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ “આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે,