Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૫
આત્માર્થી
નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઇ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. પુરુષના આશ્રયે જાળ ટળે. (પૃ. ૭૨૫) T બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય છે તે પ્રકારે શ્રી લલ્લુજી
તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. (પૃ. ૫૫૮). વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા છે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં
જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. (પૃ. ૬૭૦). D વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કાઢી સંભળાવે છે, પણ તેમાં આત્માર્થ નથી. (પૃ. ૭૨૫)
જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન
સરે. (પૃ. ૬૭) D દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા; જેથી ઉપકાર થાય. (પૃ. ૭૨૫) || આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય
નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે. (પૃ. ૩૦૫, ૪૭૮) | આત્માર્થી |
જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય. અત્રે ‘સમજવું” અને “આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં
આચરવાની જેને કામના છે તે પણ આત્માર્થી કહેવાય. પૃ. ૫૨૮). D ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણે જોઇને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઇ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી. આત્માને શૌર્ય ઉપજાવી. તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી Æયમાં સ્થિર કરવા યોગ્ય છે. (પૃ. ૬૧૬) D “હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર
પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (પૃ. ૬૫૦).